Pages

Saturday, July 30, 2016

Review: ઢિશૂમ

Genre: એક્શન એડવેન્ચર
Director: રોહિત ધવન




Critics Rating

'ઢિશૂમ' એક એક્શન એડવેન્ચર ફિલ્મ છે. જેની સ્ટોરી એક ભારતીય ક્રિકેટરના કિડનેપની આજુબાજુ ફરે છે.
ડિરેક્ટર રોહિત ધવનની ફિલ્મ 'ઢિશૂમ' થિયેટરોમાં રીલિઝ થઇ ગઇ છે. સુપરહિટ 'દેશી બોય્ઝ' પછી ડિરેક્ટર અને રાઇટર રોહિતની આ બીજી ફિલ્મ છે. ઉપરાંત અક્ષય ખન્ના પણ આશરે ચાર વર્ષ બાદ મોટા પડદે કમબેક કરવા માટે ચર્ચામાં છે. આટલું જ નહીં પરંતુ અક્ષય કુમારનો કેમિયો પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ફિલ્મ કેવી છે? જોવાલાયક છે કે નહીં? આવો જાણીએ આ સવાલોના જવાબ ...

ફિલ્મ રિવ્યૂઃ
ઢિશૂમ
રેટિંગઃ2/5
સ્ટારકાસ્ટઃ
જ્હોન અબ્રાહમ, જેક્લીન ફર્નાન્ડિઝ, વરૂણ ધવન, અક્ષય ખન્ના અને સાકિબ સલીમ
ડિરેક્ટરઃ
રોહિત ધવન
નિર્માતાઃ
સાજિદ નડિયાદવાલા
સંગીતઃ
પ્રીતમ અને અભિજીત વાધાની
પ્રકારઃ
એક્શન એડવેન્ચર

વાર્તાઃ
રોહિત ધવને ફિલ્મની સ્ટોરી લખી છે. આ સ્ટોરી મુજબ ભારત-પાકિસ્તાનના ફાઇનલ મેચ પહેલા જ ટોપ ઇન્ડિયન બેટ્સમેન વિરાજ શર્મા(સાકિબ સલીમ)નું અપહરણ થઇ જાય છે. આ ક્રિકેટરને શોધવાની જવાબદારી ભારતના પોલીસ ઓફિસર કબીર શેરગિલ(જ્હોન અબ્રાહમ)ને આપવામાં આવે છે. જેની મદદ મિડલ ઇસ્ટના જુનૈદ(વરૂણ ધવન) કરે છે. બન્ને પાસે 36 કલાકનો સમય હોય છે. શું તેઓ ભારતીય ક્રિકેટરને શોધી શકશે? વિરાજનું કિડનેપ કરવા પાછળ કોનો હાથ છે અને તેનું કારણ શું? આ સવાલના જવાબ જાણવા માટે તમારે થિયેટર સુધી જવું પડશે.

ડિરેક્શનઃ
ફિલ્મની સ્ટોરીમાં નવું કંઇ જ નથી પરંતુ સારા સ્ક્રિનપ્લેને કારણે ઓડિયન્સને પસંદ આવી શકે છે. પહેલા હાફમાં રોહિતે કેટલાક કોમિક સીન રાખ્યાં છે જે ઓડિયન્સને હસાવવામાં સફળ રહે છે. ફિલ્મના સેકન્ડ હાફમાં ફાઇટ અને રોમાન્સ સિકવન્સ ઓડિયન્સને ભરપૂર એન્ટરટેઇન કરે છે. 
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
ફિલ્મમાં જ્હોન અબ્રાહમ મોટાભાગે પોતાની બોડી બતાવતો જોવા મળે છે. તેણે એક્ટિંગ પર થોડી મહેનત કરવાની જરૂર હતી. તો વરૂણ ધવનનો એ જ અંદાજમાં જોવા મળે છે. જે આ પહેલા 'મેં તેરા હિરો'માં જોવા મળ્યો છે. હા, તેના વન લાઇનર્સ ઓડિયન્સને જરૂર મનોરંજન કરાવે છે. વિલન વાઘાના રોલમાં અક્ષય ખન્નાનું સફળ કમબેક કહી શકાય છે. ફિલ્મની સરપ્રાઇઝ તો અક્ષય કુમાર છે જે દોઢ મિનિટના કેમિયોમાં દરેક સ્ટાર્સ પર ભારી પડે છે. સાકિબ સલીમ અને જેક્લીન ફર્નાન્ડિઝે પણ સારૂ કામ કર્યું છે.
 
સંગીતઃ
ફિલ્મનું સંગીત પ્રીતમે આપ્યું છે.'સો તરહ કે..' ગીત પહેલાથી જ ઓડિયન્સમાં ફેમસ થઇ ચૂક્યું છે. તો ટાઇટલ સોંગ 'તો ઢિશૂમ...' અને આઇટમ નંબર 'જાનેમન આહ...' ફેમસ છે. 'ઇશ્કા...' સોંગ પણ ઠીક છે. રોહિતે પોતાની છેલ્લી ફિલ્મ 'દેશી બોય્ઝ'માં 'સુબહ હોને ન દે....'ના રિમિક્સ વર્ઝનનો પણ આ ફિલ્મમાં સારી રીતે ઉપયોગ કર્યો છે. જો વાત કરવામાં આવે બેકગ્રાઉન્ડ સ્કોરની તો અભિજિત વાઘાનીએ સારૂ કામ કર્યું છે.

ફિલ્મ જોવી કે નહીં.? :
જો તમે વરૂણ ધવન અને જ્હોનના દિવાના છો તેમજ એક્શન ફિલ્મ્સ પસંદ આવે છે તો આ ફિલ્મ તમારા માટે જ છે.

0 comments:

Post a Comment