Pages

Tuesday, July 12, 2016

'સુલતાને' 'બજરંગી'ને છોડી પાછળ: 10 રેકોર્ડ સાથે વર્લ્ડવાઇડ કમાણી 344 કરોડ

'સુલતાન' બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. ગત બુધવારે(6 જુલાઇ) રીલિઝ થયેલી આ ફિલ્મે રવિવાર સુધીમાં ભારતીય બોક્સ ઓફિસ પર 180 કરોડ જેટલી કમાણી કરી છે. તો ફિલ્મનું ગ્રોસ કલેક્શન 252.5 કરોડ રૂપિયા થયું છે. ઓવરસીઝમાં ફિલ્મે પાંચ દિવસમાં 92 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે પાંચ દિવસમાં ઓવરઓલ (ડોમેસ્ટિક અને ઓવરસીઝ) 344.5 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. બુધવારથી રવિવારની વચ્ચે આ ફિલ્મે દરેક દિવસે 30 કરોડ રૂપિયા કરતા વધારેનું કલેક્શન કર્યું છે.




સુલતાનના રીલિઝથી અત્યાર સુધીના 10 રેકોર્ડ્સ

1# એડવાન્સ બુકિંગનો રેકોર્ડ
સલમાન-અનુષ્કા સ્ટારર 'સુલતાન'એ રીલિઝથી અત્યાર સુધીના અનેક રેકોર્ડ તોડ્યા છે. પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સના મતે આ ફિલ્મે સૌથી વધારે એડવાન્સ બુકિંગનો રેકોર્ડ બનાવ્યો છે.
2# ઓપનિંગ ડે રેકોર્ડ
પ્રી-ઇદ પર સૌથી વધારે ઓપનિંગ ડે કલેક્શનનો રેકોર્ડ સુલ્તાનના નામે થયો છે. આ કલેક્શન 36.5 કરોડ રૂપિયાનું હતું. કોઇ પણ ફિલ્મ
ઇદ પહેલા આ આંકડા સુધી પહોંચી શકી નથી.
3# પહેલા ત્રણ દિવસમાં સૌથી ફાસ્ટ
શરૂઆતના ત્રણ દિવસોમાં કોઇપણ હિંદી ફિલ્મની આ સૌથી વધારે કમાણી છે. 'સુલતાન'એ 3 દિવસમાં 105 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેણે 'બજરંગી ભાઇજાન'નો રેકોર્ડ તોડ્યો હતો.
4# પાંચ દિવસોમાં સૌથી ઝડપી
શરૂઆતના પાંચ દિવસોમાં સૌથી વધારે કમાણી (180 કરોડ)નો રેકોર્ડ. 'બજરંગી ભાઇજાને' 5 દિવસમાં 151 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
5# 30+ કરોડની કમાણી
-સુલતાને એકધારા પાંચ દિવસમાં 30 કરોડ કરતાં પણ વધુની કમાણી કરી જે એક રેકોર્ડ છે.
-આ ફિલ્મે બુધવારે 36.5 કરોડ, ગુરૂવારે 37.3 કરોડ, શુક્રવારે 31.6 કરોડ, શનિવારે 36.6 કરોડ અને રવિવારે 38.2 કરોડની કમાણી કરી.
6# ઓપનિંગ વીકેન્ડનો રેકોર્ડ
ઇન્ડિયન બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની હાઇએસ્ટ ઓપનીંગ વીકેન્ડ કલેક્શન (નેટ 180 કરોડ અને ગ્રોસ 252.5 કરોડ રૂપિયા)નો રેકોર્ડ બુધવારે રીલિઝથી લઇને રવિવાર સુધી 'સુલતાન'ના નામે રહ્યો.
7# સલમાનના કરિયરની સૌથી મોટી વીકેન્ડ ઓપનિંગ
'સુલતાન' સલમાનના કરિયરની હાઇએસ્ટ વીકેન્ડ ઓપનર છે. આ પહેલા 'બજરંગી ભાઇજાન'એ 103 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
8# ઇદ પર રીલિઝ થયેલી તેની દરેક ફિલ્મ કરતા હાઇએસ્ટ વીકેન્ડ ઓપનર સાબિત થઇ.
9# વર્લ્ડવાઇડ સૌથી આગળ
પહેલા જ વીકેન્ડમાં વર્લ્ડવાઇડ 344.5 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરનાર પહેલી ભારતીય ફિલ્મ. આ પહેલા બજરંગી ભાઇજાને પહેલા વીકેન્ડમાં વર્લ્ડવાઇડ 272 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
10# પાકિસ્તાનમાં પણ બનાવ્યો રેકોર્ડ
પાકિસ્તાનમાં માત્ર ત્રણ દિવસમાં 10 લાખ ડોલરનું કલેક્શન કરનાર એકમાત્ર ફિલ્મ. પાકિસ્તાનમાં કોઇ પણ ભારતીય ફિલ્મની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ.


ઇન્ટરનેશનલ બોક્સ ઓફિસ પર બનાવ્યા રેકોર્ડ્સ
-અમેરિકા અને કેનાડામાં નોન હોલિડેમાં હાઇએસ્ટ વીકેન્ડ ઓપનર
-યૂકે અને આયર્લેન્ડમાં પહેલા ત્રણ દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ
-યુએઇ-જીસીસીમાં કોઇ પણ હોલિવૂડ કે ભારતીય ફિલ્મનું સૌથી વધારે એડવાન્સ બુકિંગ
-સૌથી ઝડપી (પાંચ દિવસમાં) યુએઇ-જીસીસીમાં 50 લાખ ડોલરે પહોંચનારી ફિલ્મ.  


1 comments:

  1. Sultan Break All Records,
    This post is really nice and informative. The explanation given is really comprehensive and informative.
    "IVORIES" is a Multi-speciality dental clinic in ahmedabad

    ReplyDelete