Pages

Saturday, July 30, 2016

Movie Review: મદારી

Genre: સોશ્યિલ થ્રિલર
Director: નિશિકાંત કામત

***


નિશિકાંત કામત આ વખતે સોશ્યિલ થ્રિલર ફિલ્મ 'મદારી' લઇને આવ્યા છે.


નિશિકાંત કામત એક ડિરેક્ટર હોવાની સાથે સાથે સારા રાઇટર અને એક્ટર પણ છે. તેણે 'મુંબઇ મેરી જાન' અને 'ફોર્સ' જેવી ફિલ્મ્સ ડિરેક્ટ કરી છે. આવો જાણીએ કેવી છે તેની નવી ફિલ્મ 'મદારી'...


ફિલ્મ રિવ્યૂઃ
મદારી
રેટિંગઃ
3/5
સ્ટાર કાસ્ટઃ
ઇરફાન ખાન, વિશેષ બંસલ, જિમ્મી શેરગિલ, નિતેશ પાંડેય, સાધિલ કપૂર
ડિરેક્ટરઃ
નિશિકાંત કામત
નિર્માતાઃ
શૈલેષ સિંહ, ઇરફાન ખાન, મદન થાલીપાલ, સુતાપા સિકદર, શૈલજા કેજરીવાલ 
સંગીતઃ
વિશાલ ભારદ્વાજ, સની-ઇન્દર બાવરા
પ્રકારઃ
સોશ્યિલ થ્રિલર
વાર્તાઃ
આ ફિલ્મની વાર્તા એક સામાન્ય માણસની જીદ છે. જે પોતાની જિંદગીમાં થયેલી એક દર્દનાક ઘટનાને લીધે સમગ્ર સરકારી તંત્રને દોડતું કરી દે છે. આ સામાન્ય માણસ નિર્મલ કુમાર(ઇરફાન ખાન) છે. જે ચીફ મિનિસ્ટરના દીકરાને કિડનેપ કરી લે છે અને ત્યારબાદ તેને છોડવા માટે અનેક શરતો રાખે છે. ત્યારબાદ સ્ટોરીમાં અલગ-અલગ કેરેક્ટરની એન્ટ્રી થાય છે અને આખરે ફિલ્મનું શું પરિણામ આવે છે તે જાણવા માટે તો તમારે થિયેટરમાં જવું પડશે.
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન સારૂં છે. લોકેશન્સ પણ કમાલના છે. આ બધાં વચ્ચે સ્ટોરીનો મુદ્દો પણ સારો છે. જે સામાન્ય માણસના હકને બતાવવાની કોશિશ કરે છે. બસ ફિલ્મની ઝડપ થોડી વધારે સારી બની શકી હોત. ફિલ્મ ક્યારેક ધીમી થતી લાગે છે પરંતુ ઇરફાનની હાજરી ફિલ્મ સાથે દર્શકોને જકડી રાખે છે.
 
સ્ટાર કાસ્ટનું પર્ફોર્મન્સઃ
એકવાર ફરીથી ઇરફાન ખાને પોતાની એક્ટિંગને સાબિત કરી છે. ફિલ્મનું ભવિષ્ય કંઇપણ હોય પરંતુ ઇરફાનનું પર્ફોર્મન્સ તમને ઇમોશનથી ભરી દે છે. તેણે દરેક સીનમાં શાનદાર રીતે પોતાની એક્ટિંગનું પ્રદર્શન કર્યું છે. તો જિમ્મી શેરગિલનું કામ પણ રોલના હિસાબે સારૂં છે. વિશેષ બંસલ,નિતેશ પાંડે, તુષાર દલ્વી તેમજ સાધિલ કપૂર સાથે અન્ય સ્ટાર્સે પણ સારૂ કામ કર્યું છે.
 

સંગીતઃ
ફિલ્મનું મ્યૂઝિક અને ખાસ તો બેકગ્રાઉન્ડ સ્કોર કમાલનું છે.
 
ફિલ્મ જોવી કે નહી.? :
જો તમે નિશિકાંત કામત અને ઇરફાન ખાનના પ્રશંસક છો તો ફિલ્મ એકવાર જરૂર જોવી જોઇએ.

0 comments:

Post a Comment