Pages

Saturday, July 30, 2016

મુંબઇમાં આવી હોય છે નવા એક્ટર્સની Life, જાણો શા માટે છોડે છે Acting...

એક્ટર સાહિલ આનંદે મંગળવારે(26 જુલાઇ) ચંદિગઢની મુલાકાત લીધી હતી. divyabhaskar.com સાથેની વાતચીતમાં તેણે પોતાનો અનુભવ શૅર કરતા ઇન્ડસ્ટ્રિમાં આવતી મુશ્કેલીઓ અને પોતાના કરિયર વિશે વાત કરી હતી. સાહિલે જણાવ્યું કે ગ્લેમર ઇન્ડસ્ટ્રિમાં એન્ટ્રી કરવા માટે મુંબઇ જ અંતિમ રસ્તો છે. અહીં રોજ હજારો લોકો આવે છે પરંતુ તેઓ આગળ વધી શકતા નથી.  ઇન્ડસ્ટ્રિમાં જે સેલિબ્રિટીઓનું નામ થઇ ગયું છે તેઓ નવા લોકોને આગળ જ વધવા દેતા નથી.



ઇન્ડસ્ટ્રિમાં રહેવા માટે શું છે અગત્યનું...
-સાહિલ મૂળ ચંદિગઢનો છે પરંતુ તે મુંબઇમાં આવ્યો તેને થોડો જ સમય થયો છે.
-સાહિલે જણાવ્યું કે મુંબઇમાં તો લોકોના સપના બનવા કરતા વધારે તો તૂટે છે આથી લોકો એક્ટિંગ છોડીને બીજા વ્યવસાયમાં લાગી જાય છે.
-આવું શા માટે થાય છે તેનું કારણ જણાવતાં તેણે કહ્યું કે તેમની પાસે સપોર્ટ માટે કોઇ બેકઅપ નથી હોતું. બોલિવૂડ ઇન્ડસ્ટ્રિમાં ટકી રહેવા માટે કોઇ ગોડફાધર હોવો જરૂરી છે.
-તેણે કહ્યું હતું કે એક એવો વ્યક્તિ હોવો જ જોઇએ જે તમને સપોર્ટ કરે. આજના સમયમાં જેટલા પંજાબી એક્ટર્સ છે તેઓ ત્યાંથી જ ઇન્ડસ્ટ્રિમાં આવવાની કોશિશ કરે છે.

ઇન્ડસ્ટ્રિમાં આજે પણ એકતરફી વલણ
-સાહિલે જણાવ્યું કે, "એક આર્ટિસ્ટની ઓળખ તેના કામથી થાય છે. તે દુનિયાભરમાં ક્યાંય પણ જાય તો તેના કામથી જ તે ફેમસ થાય છે."
-"બોલિવૂડ ઇન્ડસ્ટ્રિમાં આજે પણ એકતરફી વલણ જોવા મળે છે. મોટાભાગના પ્રોડક્શન હાઉસ સેલિબ્રિટીલના બાળકોને પ્રાથમિકતા આપે છે."
-"સેલિબ્રિટીના બાળકો મોટા પછી થાય છે પરંતુ એ પહેલા તેને લોંચ કરવા માટે લોકો પહેલાથી જ તૈયાર હોય છે. જેથી એવા લોકોને તકલીફ પડે છે જેનો ઇન્ડસ્ટ્રિ સાથે દુર-દુર સુધી કોઇ જાતનો સંબંધ નથી."
-તેણે એ પણ જણાવ્યું કે,"જ્યારે મેં બોલિવૂડ ઇન્ડસ્ટ્રિમાં કોશિશ કરી ત્યારે મને પણ આવી જ પરેશાની થઇ હતી."
 
નવા સ્ટ્રગલર્સને પ્લેટફોર્મ આપવાની ઇચ્છા
-સાહિલ કહે છે કે મારી ઇચ્છા છે કે જ્યારે હું ઇન્ડસ્ટ્રિમાં એક ફેમસ નામ બનાવી લઉં તો જે લોકો એક્ટર બનવા માટે મુંબઇ આવે છે તેમની મદદ કરૂં.
-ખાસ તો એ લોકો જે નેચરલી ટેલેન્ટેડ છે. જેમને ઓડિશનમાં જવાની તક મળતી નથી. હું મારા પ્રોડક્શન હાઉસની મદદથી તેમને પ્લેટફોર્મ પૂરું પાડું.
-સાહિલ એક્ટિંગ સાથે બોલિવૂડ ડાન્સ, સાલ્સા અને ઇવેન્ટ પણ હોસ્ટ કરે છે.


સાહિલ એક્ટિંગ સાથે બોલિવૂડ ડાન્સ, સાલ્સા અને ઇવેન્ટ પણ હોસ્ટ કરે છે.


લાઇફ ઓકે સ્ક્રિન એવોર્ડ દરમિયાન સાહિલ

0 comments:

Post a Comment