Pages

Wednesday, July 20, 2016

સની લીયોનીને બનવું છે સફળ બિઝનેસવુમન, જાણો આ છે તેના બિઝનેસ પ્લાન...

વિશ્વભરમાં તેનું નામ મશહૂર છે અને ભારતમાં ઇન્ટરનેટ પર `સૌથી વધુ સર્ચ થનારી વ્યક્તિ' તરીકે તે ટોપ પર રહી છે. હા, વિશ્વ તેને સની લીયોનીના નામે ઓળખે છે અને ભૂતકાળમાં પોર્ન સ્ટાર તરીકે ખ્યાત થયેલી આ સની લીયોની અત્યારે બોલિવુડની જાણીતી અભિનેત્રી છે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે તે હવે સફળ બિઝનેસવુમન તરીકે પોતાને સ્થાપિત કરી રહી છે. તે એક પછી એક બિઝનેસ વેન્ચર શરૂ કરતી રહી છે. તેનો હેતુ વિવિધ કેટેગરીઝમાં પોતાના મશહૂર નામને એક બ્રાંડ તરીકે સ્થાપિત કરવાનો છે. સની લીયોન પાસે અત્યારે આશરે 25 લાખ ડોલર (16.75 કરોડ રૂપિયા)ની સંપત્તિ છે. આ મહિનાની શરૂઆતમાં જ તેણે દુબઇમાં `Lust' નામનું પરફ્યુમ લોન્ચ કર્યું હતું. હવે તે પોતાને એક એન્ટરપ્રિન્યોર તરીકે સ્થાપિત કરવા ઇચ્છુક છે.
સની તેની નાની ઉંમરથી જ બિઝનેસમાં રસ ધરાવતી રહી છે. પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં શરૂ થયેલી કેરીયર પાછળ પણ તેનો આશય તો બિઝનેસ જ હતો. તેમાંથી બહાર આવીને હાલ તે બોલિવુડમાં સક્રિય બની છે પરંતુ પોતાના નામનો મોટો ફાયદો લેવા તે ભારતમાં તેની બ્રાન્ડની પ્રોડક્ટસ વિસ્તારવાની યોજના ધરાવે છે. પોતાની વેબસાઇટ બનાવવા શિક્ષણ લીધું એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તે પોતાની એક વેબસાઇટ શરૂ કરીને કંપની ચલાવવા તથા પોતાની બ્રાંડ ઊભી કરવા ઇચ્છતી હતી. અને આ માટે તેણે જે કરવું જરૂરી હોય તે કરવાનું શરૂ કર્યું. જેમકે વેબસાઇટ મેનેજ કરવા તે HTML, વીડિયો-એડિટિંગ, ફોટોગ્રાફી વગેરે શીખી. આ બધામાં તેને વેબસાઇટમાં ટ્રાફિક લાવવાની કઠીન વાસ્તવિકતા પણ સમજાઇ. તેણે જણાવ્યું હતું કે, `ડિજિટલ વર્લ્ડમાં તમારી પાસે ટ્રાફિક હોવો તે જ શ્રેષ્ઠ વસ્તુ છે. તેથી આ ટ્રાફિકને ક્યાં મોકલવો અને તેનો કેવી રીતે ફાયદો લેવો તે હું શીખી.'

અત્યારે તેનું એક લક્ષ્ય ફિલ્મો નિર્માણ કરવાનું છે. પરંતુ આની સાથે તે અન્ય બિઝનેસ વેન્ચર્સમાં પણ સક્રિય છે. અહીં તેના પર એક નજર નાખી લઇએ.

સની લીયોનીએ તાજેતરમાં જે વેન્ચર્સ શરૂ કર્યા છે તેમાં પરફ્યુમ્સ ઉપરાંત બોક્સ લીગ ક્રિકેટ માટે લીધેલી ફ્રેન્ચાઇઝી, વેબ આધારીત શોર્ટ સ્ટોરીઝ રાઇટિંગ, ઓનલાઇન ગેમનો સમાવેશ થાય છે. એટલું જ નહિ તે શૂઝ, એસેસરીઝ, જ્વેલરી અને એપરલ કેટેગરીઝમાં પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરવા માગે છે.
લીયોની પરફ્યુમ્સ લાઇન વિશાળ માર્કેટ માટે છે અને આ માટે ગ્રાહકોને આકર્ષવા તેની કિંમતો પણ સસ્તી રાખવામાં આવી છે. Lust Deoની કિંમત રૂ.249 છે, જ્યારે Eau De Toilet રૂ.999 માં મળે છે. આ પરફ્યુમ્સની ડિઝાઇન લીયોનીએ પોતે કરી છે. તેમાં સ્ત્રીઓ માટેના પરફ્યુમ્સ છે અને પુરુષ તેમજ સ્ત્રીના ડીઓ છે. આ પરફ્યુમ્સ ઓનલાઇન તેમજ ઓફલાઇન મળે છે.

ફેબ્રુઆરીમાં બાલાજીની એકતા કપૂર દ્વારા પ્રાયોજિત રીયાલિટી શો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ તરીકે ટેલિવિઝનના અનેક સ્ટાર્સ જોડાયા હતા. આ ટુર્નામેન્ટના ભાગરૂપે સનીએ પોતાની સેલિબ્રિટી બોક્સ લીગ ક્રિકેટ ટીમ ચેન્નાઇ સ્વેગર્સ શરૂ કરી હતી.
ક્રિકેટ ટીમ ખરીદવાના નિર્ણય અંગે લીયોનીએ જણાવ્યું હતું કે તેને અનેક રમતો ગમે છે, પરંતુ ભારતમાં આવ્યા પછી તે ક્રિકેટના પ્રેમમાં પડી છે. ચેન્નાઇ સ્વેગર્સમાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝના કેટલાક જાણીતા નામો પણ છે.


સની લીયોનીએ લેખન પર પણ પોતાનો જાદુ ચલાવવા હાથમાં પેન પકડી છે. તેણે ચિકી સરકારના પબ્લિશિંગ હાઉસ જગરનોટની સાથે મળીને સ્વીટ ડ્રીમ્સ નામે શૃંગારિક (ઇરોટિક) શોર્ટ સ્ટોરીઝ કલેક્શન રજૂ કર્યું છે. આ માટે જગરનોટ મોબાઇલ એપને સાઇન કરવાની હોય છે. બસ, તેને પરચેઝ કર્યા પછી દરરોજ રાત્રે 10 વાગ્યે ફોન પર એક શોર્ટ સ્ટોરી ડિલીવર કરવામાં આવે છે.


આ વર્ષે એપ્રિલમાં શરૂ થયેલા વેન્ચરમાં છેલ્લા 3 માસમાં તેણે 12 સ્ટોરી લખી છે.

સની લીયોનીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના નામે એક ઓનલાઇન ગેમ પણ શરૂ કરી છે. આ માટે તેણે ગેમ ડેવલપર કંપની ગેમિયાના સાથે પાર્ટનરશીપ કરી છે.
ભારતમાં લોકોને રસ પડે છે એવી બે વસ્તુઓનું મિશ્રણ આ ગેમમાં છે- તીન પત્તી અને બોલિવુડ. આ ગેમમાં તીન પત્તીની વિવિધ રમતો છે અને તેમાં અન્ય ખેલાડીઓ સાથે ચેટ તેમજ યુનિટ ગિફ્ટનું ટ્રેડ થઇ શકે છે. વિજેતા ખેલાડીઓ સની લીયોની ડિજિટલ કલેક્ટિબલ્સ પણ કમાઇ શકે છે.


0 comments:

Post a Comment